સ્પિનર આર અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની અચાનક જાહેરાત

સ્પિનર આર અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની અચાનક જાહેરાત

સ્પિનર આર અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની અચાનક જાહેરાત

Blog Article

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચ બાદ ભારતના 38 વર્ષીય સિનિયર સ્પિનર ​​આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની બુધવારે જાહેરાત કરી હતી. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની અધવચ્ચે તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું.

અશ્વિને પાંચ મેચોની શ્રેણીની બીજી મેચ એડિલેડમાં રમી હતી, પરંતુ બ્રિસ્બેનમાં રમાયેલી મેચ માટે તેના સ્થાને રવિન્દ્ર જાડેજાને લેવામાં આવ્યો હતો. અશ્વિને તેની 13 વર્ષની કારકિર્દીમાં 106 મેચમાં 537 વિકેટ ઝડપી છે. ભારતમાં એકમાત્ર અનિલ કુંબલેના 619 વિકેટ સાથે તેનાથી આગળ છે.

અશ્વિને કેપ્ટન રોહિત શર્મા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ડ્રો થયેલી ત્રીજી ટેસ્ટના અંતે કહ્યું હતું કે “હું તમારો વધારે સમય નહીં લઉં. ભારતીય ક્રિકેટર તરીકે આજે મારા માટે છેલ્લો દિવસ હશે.” આ પછી અશ્વિન પ્રેસ કોન્ફરન્સ છોડીને ચાલ્યો ગયો હતો. રોહિતે કહ્યું, “તે તેના નિર્ણય પર અડગ હતો. તે જે ઇચ્છે છે તેને આપણે સાથે આપવો જોઇએ.”
જાહેરાતના કલાકો પહેલા ડ્રેસિંગ રૂમમાં સ્ટાર બેટર વિરાટ કોહલી સાથે ભાવનાત્મક ક્ષણ શેર કરતો જોવા મળ્યો હતો.

Report this page